કવિતા જ છે ને, વાંચી જા ને તું,
નહી કહી શકું એટલે તો લખું છું,
એમ જ સમજી જા ને તું ...
સવાર ની પહેલી અને રાત ની,
આખરી યાદ તું જ છે,
સંધ્યાનો રંગ બની જા ને તું ;
કવિતા જ છે ને, વાંચી જા ને તું..
શિયાળામાં તાપણું અને તડકામાં ,
ઠંડી મીઠી છાય તું જ છે,
વરસાદ નો અહેસાસ થા ને તું ;
કવિતા જ છે ને, વાંચી જા ને તું..
ભલે વિરહ હોય કે મિલન,
સુખ અને દુઃખ તું જ છે,
આયખા નો સાથ આપી દે ને તું ;
કવિતા જ છે ને, વાંચી જા ને તું..
લાગણીઓને વાચા આપી નથી શકતી
આંખોથી કંઈ છુપાવી નથી શકતી ,
દિલ ની ભાષા વાંચી લે ને તું ;
કવિતા જ છે ને, સમજી જા ને તું....RV👑