જવાબદારીના બોજ નીચે જિંદગી વીતે છે અહીં,
રાત દિવસની ઘટમાળમાં જિંદગી વીતે છે અહીં.
આસાનીથી ભાગી કે છટકી શકાતું નથી અહીં!
કર્મ ભૂમિની દુનિયા, માટે છટક બારી નથી અહીં..
રુંધાશે , ગભરાશે મન ભીંતર શાંતિ ક્યાં અહીં?
અંતે ઇચ્છાઓની સ્મશાને ચિતા સળગે છે અહીં.
હારીને બેસાતું નથી, કર્મ રૂપી શસ્ત્ર ઉઠાવું પડે અહીં,
ત્રણેય અવસ્થાની જવાબદારીઓ નિભાવી પડે અહીં.
કહે દર્શ સ્મરણ કરી ઈશને, જિંદગી જીવી લો સૌ અહીં,
શું ખબર આજ મળી છે ને કાલ કોણે મળશે અહીં?
દર્શના રાધે રાધે