જવાબદારી....
શબ્દમાં જ કેટલો ભાર લાગે છે નહીં?
અને જયારે આ શબ્દ જિંદગીમાં સામેલ
થાય ને ત્યારે ખરેખર જિંદગીની
અસલ શરૂઆત થાય છે.
આ પહેલાં જિંદગી તો બધાં
જીવતાં જ હોય છે પણ
એ જિંદગી કોઈ પણ
ચિંતા વગરની હોય છે.
મજાની અને સરળ હોય છે.
પણ જ્યારે આ જવાબદારી ખભે
આવીને બેસે છે ને ત્યારે આપણને
સમજાવે છે કે,
જો તને હવે સમજાવું કે એક
બાપની જવાબદારી શું હોય?
મા ની જવાબદારી શું હોય છે?
એક પુત્ર,પુત્રી,ભાઈ,બહેન,વડીલ
પતિ અને પત્નીની જવાબદારી શું હોય છે?
ખરું ને?
અને નવાઈની વાત તો એ છે ને કે
પહેલાં પાણીની જેમ પૈસા વાપરનાર
હવે રૂપિયો ખર્ચ કરતાં પહેલાં
સો વાર વિચાર કરે છે.
કેટલાંક જવાબદારી બખૂબી
નિભાવી જાણે છે પણ
અફસોસ
કેટલાક જવાબદારી સામે હાર
માની લે છે અને જીવ પણ
ગુમાવી દે છે.
જવાબદારી માણસને ખરાં અર્થમાં
જીવવાનાં પાઠ ભણાવી જાય છે.
જવાબદારી સામે કયારેક સપનાની
બલી પણ ચઢાવવી પડતી હોય છે.
તો શોખને પણ ભૂલવો પડતો હોય છે.
જવાબદારીને આવકારીને એની સાથે
જિંદગી જીવાય "મીરાં"હાર માનીને
આ માનવ અવતારને એળે ના જવા દેવાય.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan