અજાણતાં.

કારણ નથી છતાં મળી ચાલ્યો અજાણતાં.
છે લાગણી અહીં, કહીં તાવ્યો અજાણતાં.

અફવા થકી ઘણીય વધી વાત વાતમાં,
થાળે જ્યાં મામલો પડે આવ્યો અજાણતાં.

વરસો સુધી અહીં સ્થિર ઉભી હતી રહીં,
મળવા ગયો સહજ અને ફાવ્યો અજાણતાં.

સમજી જશે લખાણ થકી આસપાસનું,
આંબો નથી કદીય ત્યાં વાવ્યો અજાણતાં.

એને મુશીબતો ઘણી રસ્તે મળી ગઈ,
સામે જઈ આવકારી ને લાવ્યો અજાણતાં.

શોખીન, સ્વાદ તો રોજ નવો જોઈએ કહીં,
કડવાશ સ્વાદ માણવા ચાવ્યો અજાણતાં.

સર્જન કદી વિચાર થકી આવતું નથી.
કાજલ લખાય મનથી જ કાવ્યો અજાણતાં.©

ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા

કાજલ
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111866188

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now