લાગે

પહેલીવાર માણસ સમજદાર લાગે
જવાબો અનોખા નવા વાર લાગે.

છે નાજૂક હાલાત ફૂલોની જેવી,
નજરમાં નથી કંઇ નિરાકાર લાગે.

અજાણી મુશીબત ચડી આવતી ત્યાં
પહેરો એ ભરતા અમલદાર લાગે.

ઝુકાવી જગતને થઈ જીત ત્યાં
જમાવટ કરી એ સ્વીકાર લાગે.

રટણ રોજ કરતી હરિનામનું ને,
ન છોડે એ મારગ અરજદાર લાગે.

જરા વારમાં શ્વાસ અધ્ધર થતો ત્યાં,
પવન સંગ ઉડી વજનદાર લાગે?

કહાણી નવી માંડશે દર વખત ત્યાં,
હવે ઓળખાયો કલમદાર લાગે. ©

કાજલ
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111865968

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now