તને જોઇને બસ જરા જીવાય જાય છે,
બાકી જિંદગી આ ક્યાંક ખોવાઈ જાય છે.
ચાંદને જોઈ સૂર્ય ક્યાંક ખોવાઈ જાય છે,
બાકી સાંજ એમ ક્યાં સાવ ઢળી જાય છે.
દુઃખ,દર્દ,વેદના છે જગતમાં એટલે જ તો,
બાકી મનુષ્યત્વ કયાંક સાવ ખોવાઈ જાય છે.
સ્મિત વસે છે હોઠ પર એટલે ખુશી દેખાઈ છે,
આંસુ કેટલાયે બાકી એમ જ પીવાય જાય છે.
સંબંધો છે આધાર સ્તંભ એટલે જ તો,
બાકી આ દિલ કેટલું વલોવાઈ જાય છે.
"પ્રાપ્તિ"
9/3/23.