ડોક્ટર :- શું તકલીફ છે તમને ?
રમેશ :- સાહેબ, રાત્રે ઉંઘ માં ડર લાગે છે, કે પલંગ નીચે કોઇ સંતાયુ છે...
આ કારણે ઉંઘ નથી આવતી !!
ડોક્ટર :- આ માટે તમારે સતત *૬ મહિના* સુધી વિક માં એક દિવસ આવવું પડશે..
રમેશ :- એક વખત ની ફી કેટલી થશે સાહેબ ?
ડોક્ટર :- *ત્રણ હજાર !!*
*૬ મહિના* પછી ડોક્ટર, રમેશ ને રસ્તા માં મળી ગયા !!
ડોક્ટર :- કેમ રમેશ, તું ઈલાજ માટે પછી આવ્યો જ નહીં ?
રમેશ :- અરે ડોક્ટર સાહેબ,
*મારે તો લાખો નો ખર્ચ બચી ગયો..*
મારા એક મિત્ર એ ફ્રી માં મારો ઈલાજ કરી આપ્યો..
ડોક્ટર :- શું વાત છે,
*મિત્ર* એ ફ્રી માં તો શું ઈલાજ કર્યો ?
રમેશ :- કાંઈ નહીં સાહેબ, એણે કહ્યું..
*પલંગ વેચી નાખ, ને ગાદલું જમીન પર પાથરી સુવા નું રાખ !!*
😜😂🤔😂😜
કહેવાનો મતલબ એ જ છે કે,
ડોક્ટર પાસે જતા પહેલાં *મિત્ર* સાથે ચર્ચા કરી લ્યો..
કારણ કે,
જ્યાં *મિત્ર* હોય ત્યાં જરૂર કંઈ ક તો સારો રસ્તો મળી જ જાય છે !!😊😊👍👍