ઝંખનાઓ જીવનની કાયમ અધૂરું રહી,
લીધો અજવાળાનો સાથ,રાત પડી ગઈ.
સપનું હતું આમ પૂરું થવાને બસ આરે,
ત્યાંતો આ આંખ ઝબકીને ઊઘડી ગઈ.
અઢી અક્ષરનો પ્રેમ ને અઢી અક્ષરની પ્રાપ્તિ,
એ એષનામા આખી જિંદગી આ વિતી ગઈ.
મંઝિલ સુધી પહોંચતા લાગ્યો જો સમય તો,
જિંદગી તો બસ ઈંતજાર માં જ પૂરી થઈ.
પ્રાપ્તિ
24/2/23.