ઘણું બધું ખોવાય ગયું છે દિવસના ઉજાલામાં,
ઝેર જેવું ઝેર આપવામાં આવ્યું પ્રેમ પ્યાલામાં.
અસત્યને પણ સત્ય સાબિત કરવામાં આવે છે,
તો એક ન્યાયાલય ખોલો હવે તમે મધુશાલામાં.
હવે નથી દેખાતી એ આગ જે હતી કલમ મહીં,
દિનકરમાં, દુષ્યંતમાં, બૈરાગીમાં કે નિરાલામાં.
મહેનત કરી પરસેવવે નાહિ, કરવેરો ભરી છીએ,
ને એ પૈસા પહોંચી જાય છે પરદેશ હવાલામાં.
પોતાને કમજોર સમજી ઘરમાં બેસી રહ્યા લોકો,
દિલ્હી ઝૂકી ગઈ, તાકાત હતી રાણાના ભાલામાં.
મનોજની કવિતાઓ એમ જ વ્યથિત થાય અહીં,
આ પ્રજાને ખૂબ મજા આવે છે ફેંકતા જુમલામાં.
મનોજ સંતોકી માનસ