પેપર લિક થાય છે કે લિક કરાવવામાં આવે છે ?
56ની સાતી સીટ જીતવામાં નહી પણ પેપર લિંક થતા અટકાવવા બતાવવાની જરૂર છે. ગઈ 8 ડિસેમ્બરે ગુજરાતની જનતાએ 182માંથી 156નું પરિણામ આપ્યું હતું અને સરકારે તેનું પહેલું પરિણામ પેપર લિક કરીને ગુજરાતની જનતાને આપી દીધું છે.
સવાલ એ છે કે પેપર લિક થઈ જાય છે કે પછી પેપર લિક કરાવવામાં આવે છે ? પેપર લિક કરાવવાથી લાખો, કરોડો, અબજો રૂપિયા લેવામાં આવે છે. આ કામ કોઈ નાનો માણસ તો ના જ કરી શકે એ ગુજરાતના લોકો સારી રીતે જાણે છે, અને તે શક્ય પણ નથી. આની પાછળ કોઈ મોટી શક્તિ (તાકાત) અવશ્ય છે. આ કામ કરવા પાછળ વ્યક્તિ અને વિસ્તાર બદલાય છે પણ તાકાત તો તેની તેજ રહે છે.
પેપર લિક કૌંભાડ છે કે પછી કલાકારી છે તે સમજવું મુશ્કેલ છે. લોકોની નજરમાં કઈક અલગ બતાવવામાં આવી રહ્યું છે, અને પડદા પાછળ કઈક અલગ ચાલી રહ્યું છે. આ પડદા પાછળ કોણ છે તે કયારેય નજરમાં નહી આવે. કારણે કે પડદા પાછળના કલાકારો પડદાની આગળ આવી જશે તો પડદાની આગળ રહીને કામ કરવાવાળોનો ધંધો ભાગી જશે. પુરી સરકાર ભાગવાનો પણ સમય આવી જશે. સરકાર સારી રીતે જાણે છે કે છોકરાઓને કેવી રીતે સમજાવવાના છે. India: The Modi Question Documentary Teaming and Skinning થતી રોકાય શકે છે તો પેપર લિક થતા કેમ રોકાય શકતા નથી ?
કોઈપણ અધિકારીની બદલી શા માટે કરવામાં આવે છે ? તે જેતે જગ્યાએ મુકવામાં આવ્યો છે તેનાથી તે પુરેપુરો વાકેફ થઈ ગયો હોય છે તેના કારણે તેને વહિવટ કરવામાં સરળતા રહે છે. તેથી સમય અંતરે સમય અંતરે તેની બદલી કરવી જરૂરી બની જાય છે. ગુજરાતની જનતાએ છેલ્લા ઘણા વર્ષોથી સરકારની બદલી કરી નથી. તેનું પરિણામ આ આવવાનું જ હતું. આ વાક સરકારનો કે ગુજરાતની જનતાનો ? ગુજરાતની સિસ્ટમ ચડી ગઈ છે તેને ફેકીને નવી સિસ્ટમ લાવવી જ પડેશે.
ગુજરાતનો વિદ્યાર્થી મત આપવા નથી જતો અને પેપર આપવા જાય છે તેનું આ પરિણામ છે. ગુજરાતનો વિદ્યાર્થી એક પેપરની કિંમત સમજે છે પણ એક મતની કિંમત સમજ તો નથી તેનું આ પરિણામ છે.
BY A. M Kamejaleeya