આભાર માનવાની ટેવ પાડીએ
રામાયણનો એક પ્રસંગ છે. દશેરાના દિવસે રાવણનો
વધ કર્યા બાદ, દિવાળીના દિવસે રામ પોતાનો વનવાસ
પૂરો કરીને જ્યારે અયોધ્યા પાછા આવ્યાં ત્યારે
સૌથી પહેલા કૈકેયીને મળવા ગયાં. આ એ જ કૈકેયી, જેના કારણે રામને રાજગાદીને બદલે ૧૪ વર્ષનો વનવાસ મળ્યો હતો...!!! કૈંકૈયીને ચરણોમાં પ્રણામ કરીને રામે કહ્યું, "મને વનમાં મોકલવા બદલ ઘણો ઘણો આભાર...! જો તમે મને વનમાં ન મોકલ્યો હોત તો પિતાના પ્રેમની,ભરતના સ્નેહાદરની, લક્ષ્મણના સેવાભાવની, સીતાના પતિધર્મની અને રાવણના બળની મને ખબર જ ન પડી હોત...!!! રામાયણનો આ પ્રસંગ એક સરસ સંદેશ આપે છે કે, કોઈ તમારું બૂરુ ઈચ્છે કે અહિત કરે તો પણ એવું જ સમજવું કે ક્યાંક ને ક્યાંક આપણું સારું જ થવાનું હશે. આપણી મરજી મુજબ થાય તો ગમે, પણ મરજી મુજબ ન થાય તો એમ સમજવું કે ઉપરવાળાની મરજી મુજબ થાય છે એટલે આખરે સારું જ થશે. ક્યારેક તો અન્ય દ્વારા જે દુ:ખ કે તકલીફ વેઠવી પડે એનાથી આપણે વધારે સક્ષમ બનીએ છીએ; એટલે વેરભાવ રાખ્યા વગર, અહિત કરનારનો પણ આભાર જરૂર માનીએ..!