*વિષય -*મોઘવારી*
*નામ -*અર્તિક પ્રજાપતિ*
*ગામ*- *માલવણ*
*શીર્ષક -*મોઘવારી ક્યાં કોઈને નડે છે*
સવાર ના ખીલેલા આ ખુશ્બુદાર ફૂલ ને,
સાંજ એક પળ માં વિલાવી જાય છે...
ને એજ ફૂલ પરથી રસ ચૂસનાર પતંગિયા ને,
એજ ફૂલ નો કાંટો મારી જાય છે...
એક માળી કાકા દિવસ રાત મહેનત કરે ,
ત્યારે છોડ પર એક ફૂલ ખીલે છે..
અને એક નાનકડું બાળક આવી ,
કેટલી આશાની થી એ ફૂલ તોડે છે...
એક માણસ જે કામ કરી રોજ ,પરસેવો ખેતર માં પાડે છે ...
ને પાક જ્યારે લાગી જાય ત્યારે, હરખ ઘેલો થઈ ખીલે છે,
જાય છે જ્યારે એ હર્ષ થી એ ધાન વેચવા...(૨)
ને ત્યાં એના સોના ને લોખંડ ના ભાવે તોલે છે...
ને આ અમીરો કહે છે..
કે આ મોઘવારી ક્યાં કોઈને નડે છે...
એક ગરીબ નો બાળક ભણીગણી ને , આસમાન ને અડવાના સ્વપ્ન જુવે છે...
ને આ ભણતર ની ફીઓ , એની આખી ઊંઘ ઉડાવી જાય છે ...
ને આ અમીરો કહે છે સાહેબ,
કે આ મોઘવારી ક્યાં કોઈને નડે છે ..
મોટી મોટી ડિગ્રીઓ વાળા આઠ-દશ હજારો માં ભટકે છે,
ને અંગૂઠાછાપ નેતાઓ કરોડ માં રમી જાય છે...
મોંઘી મોંઘી ફી ઓ આપી બાળકો ભણે છે,
ત્યાં ભવિષ્ય માં તો લાખ ના બાર હજાર થઈ પડે છે ...
ને આ અમીરો કહે છે ,
આ મોઘવારી ક્યાં કોઈને નડે છે ..
જે વિદ્યાર્થીઓ વર્ષો થી પરીક્ષા ની તૈયારી કરે છે,
ને ત્યાં અમીરી ની જોષ માં પેપર ફૂટી પડે છે...
લાંચ, રિશ્વત ને બેઈમાની ની આ રમત માં..(૨)
હારેલા વ્યક્તિ ને જીત , ત્યાં જીતેલા ને હાર મળે છે....
ને આ અમીરો કહે છે,
આ મોઘવારી ક્યાં કોઈને નડે છે...
ને જ્યારે અમીરો કહે છે,
કે એમને પહેરવા સસ્તા કપડાં તો ખાવા માટે ખેતી માંથી ધાન્ય તો મળે છે ને...
ત્યારે મારે લખવું પડે છે , સાહેબ
જ્યારે એ ગરીબ ના બાળકો બીમાર થાય છે,
ત્યા મોટા મોટાં બિલો તો, એમના ય ફાટે છે..
ને એ બિલો ને ભરવા એ ગરીબ મજબૂર બાપ લોન લેવા માટે,
બેન્કો ની લાઈનો માં પડે છે...
એ અમીરો કેટલી આશાની થી કહેતા હોય છે,
કે મોઘવારી ક્યાં કોઈને નડે છે...
મોઘવારી ક્યાં કોઈને નડે છે...
~Amp...