મારી સઘળી મનોવેદના સાંભળે છે સાગર.
એથી જ આવીને કિનારે એ મળે છે સાગર.
કોઈ આપ્તજનની જેમ જાણે ભાવ પૂછતો,
મારી નજરથી નજર કેટલીય ભળે છે સાગર.
વાંચું છું હું પણ એની વેદના એની ગર્જનામાં,
કેટલુંક કહે છે ને કેટલુંય એ ગળે છે સાગર.
ખારાશ એનાં જળની વલોપાતનું પરિણામ,
અંતરનું અંતરમાં સમાવી ખળભળે છે સાગર.
ફીણ કિનારાનાં એના પુરુષાર્થનું પ્રતિક હશે,
સરિતાને હશે ઝંખનારો એ પળેપળે છે સાગર.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.