8. મર્યાદા
સ્ત્રીની અંદર મર્યાદા ના હોય તો તે નિવસ્ત્ર જેવી લાગે. એટલા માટે જ કહ્યું છે કે મર્યાદા એ સ્ત્રી નું ઘરેણું છે. ક્યાં ખાવું જોઈએ, ક્યાં રહેવું જોઈએ, પુરુષોની વચ્ચે કઈ રીતે વર્તવું જોઈએ, વસ્ત્રોનું પ્રદર્શન કેટલું કરવું જોઈએ. આવા બધાં પ્રશ્નોનું નિરાકરણ સ્ત્રી એ જાતે કરવાનું હોય છે. જે સ્ત્રી મર્યાદામાં નથી રહેતી તે અત્યારના સમયમાં સૌથી વધારે યુઝ થાય છે. ચાહે તે શારીરિક હોય કે માનસિક હોય કે પછી તે આર્થિક હોય. એજ્યુકેટ અને ભણેલી ગણેલી સ્ત્રી આનો સૌથી વધારે ભોગ બને છે. તેમાં પણ જે નીચી જાતિની સ્ત્રી છે તે વધારે ભોગ બની છે, અને જે ભોળી સ્ત્રી છે તે વધારે ભોગ બની છે. નામ પ્રેમનું આપવામાં આવે છે પણ કામ યુઝ કરવાનું હોય છે. નોકરીના સ્થળે એજ જોવામાં આવે છે કે કઈ સ્ત્રી કેટલી મર્યાદામાં રહે છે અને જે સ્ત્રી મર્યાદાની બહાર ગઈ પુરુષ તેનો સૌથી પહેલો શિકાર કરે છે. સ્ત્રીને તેની ખબર પણ નથી રહેતી. મર્યાદા ગઈ એટલે માની લેવાનું કે તમારી ઈમેજ ગઈ.
#Midnight_Love_Line
By A. M. Kamejaleeya