6. અમદાવાદનો અંધકાર
અમદાવાદના અંધકારમાં અને નશામાં માણસને ખોવાતા વાર નથી લાગતી. માણસ પાસે દોલત અને ચોહરત આવે છે ત્યારે તે સંબંધ ને તાળા મારી દે છે. અમદાવાદની આ મોટી ખામી છે, જે નશામાં ડુબાડી દે છે અને નાશ કરી નાખે છે. ચાહે તે નશો પૈસાનો હોય કે પ્રોપર્ટીનો હોય કે પછી પ્રેમનો હોય કે નશીલા પદાર્થનો હોય. માણસને ખતમ કરી નાખે છે. તેથી જ કહેવાય છે કે માણસ પૈસાથી બધુ જ ખરીદી શકે છે પણ ઈમાનદારી નહી. કારણ કે ઈમાનદારી સંસ્કારમાંથી મળતી હોય છે. ઈમાનદાર વ્યક્તિ અંધકારમાં એકલા પડવા નહી દે. તે લડશે, ઝગડશે, બધુ કરશે પણ રહૃયના મધ્ય ભાગમાં રાખશે. તે છતા અમદાવાદ મોટા મોટા કદાવરને ગળી ગયું છે. અપ્સરાઓને પી ગયું છે. અમદાવાદના અંધકારમાં આગ ચાંપીને અજવાળું તો કરી શકાય છે, પણ તે આગ ઘણાં બધાંના ઘરો બાળીને ભસ્મ કરી નાખે છે. રડતાં અને રઝળતા કરી નાખે છે. પછી માણસ પોતાનાં જ મન ઉપર પોતાનો કાબુ ગુમાવી દે છે અને પોતાના ડિસીઝન કોઈ બીજો વ્યક્તિ લે છે. જેનું પરિણામ આપણે ભોગવવું પડે છે.
#Midnight_Love_Line
By A. M. Kamejaleeya