તારામાં હરિ ભળી જાઉં છું ધીમે ધીમે.
તારે મારગ હું વળી જાઉં છું ધીમે ધીમે.
સંસારીની ચાલાકી કેટકેટલું રે દઝાડતી,
વિષઘૂંટ હંમેશાં ગળી જાઉં છું ધીમે ધીમે.
સ્વાર્થની સંકુચિતતા તારા સર્જનમાં શંકા,
મતલબી જોઈ બળી જાઉં છું ધીમે ધીમે.
અંશ છું તારો અધિકાર જતાવીશ હરિ,
માનવમુખે સાંભળી જાઉં છું ધીમે ધીમે.
ઝંખના અંશીની આજતક રહી અકબંધ,
પ્રેમપદાર્થે કદી ઢળી જાઉં છું ધીમે ધીમે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદ