મનનાં બધાં ભોળાં માણસો હોવા જોઈએ,
જાતે છેતરાય એવા સરળ હોવા જોઈએ,
વાતોમાં સાચાં કહેવાં વાળા હોવા જોઈએ,
રસ્તામાં રાહ ચીંધવા વાળા હોવા જોઈએ,
સાથે ચાલીને સાથ આપવા વાળા હોવા જોઈએ,
દુઃખ મટાડે એવી દવા દેવાં વાળા હોવા જોઈએ,
ચિંતામાં કોઈકને હસાવવા વાળા હોવા જોઈએ,
મનનાં બધાં ભોળાં માણસો હોવા જોઈએ,
જાતે છેતરાય એવા સરળ હોવા જોઈએ...
મનોજ નાવડીયા