હું મારા લખાણ થકી મારા વિચારો પહોચાડવા નથી માંગતી.
હું તો અમુક જોયેલી કડવી ,મીઠી વાસ્તવિકતા પહોચાડવા માંગુ છું.
હું એમ નથી કહેતી કે બધા લોકો તેનાથી અજાણ છે પણ ક્યાંક થીજી ગયેલી સંવેદનાને જાગ્રત કરવા માંગુ છું. મારા બે પાત્રો - રઘલો અને રધલી વાસ્તવિક જીવનના જ બે પાત્રો છે.
' વિદ્યા ' મારું ડ્રીમ પાત્ર છે.
'This message was deleted ' મારી ડ્રીમ સ્ટોરી છે.
જ્યારે સમાજ માં આધુનિકતાની સાથે સાથે વૈચારિક ક્રાંતિ આવશે ત્યારે તે સ્ટોરી રિયલ બનશે.
કોઈ આત્મશ્લાઘા નથી પણ મનોમંથન છે.