બજાર
પહેલા ની બજાર યાદ આવી ગઈ...
ભલે આપણા પાસે પૈસા ઓછા હતા પરંતુ એ બજાર માં સાથે જવા માટે દોસ્તાર હતા...
એક દિવસ બેસીને વિચારતો હતો, પહેલા ના ભાઈબંધ, બહાર જવુ, પરીક્ષા ની ચિંતા, નાનપણ માં ઘર ની જવાબદારી... હું ને મમ્મી જ સાથે રહેતા. સપનું હતું બહુ જ રૂપિયાવાળું થવા નું પણ ક્યાં ખબર હતી કે, પૈસા આવશે તો પણ ઘણીવાર પહેલા જેવી ભાઈબંધી નહિ મળે. આજે એક બિઝનેસ મિટિંગ છે નવા માણસો, મળવા નું, સાથે ઉઠવા - બેસવા નું જયારે જ્યાં જવુ હોય ત્યાં જવા ની છૂટ. પરંતુ એ સંતોષ નથી કે, જેમાં દિલ થી આપણે કોઈ સાથે રિલેશન નિભાવ્યા હોય.
હિરેન ને આજે ઓફિસ માં વિચારમાં જ આજે ઘણું મોડું થઇ જાય છે ને ઘરે થી તેની પત્ની રીના નો કોલ આવે છે.
"હિરેન! કેમ આજે લેઇટ?"
"બસ! જૂની બધી યાદો ના વિચાર માં. સોરી થોડું લેટ થઇ ગયું."
"અચ્છા! શું વિચારતો હતો?"
"અમારે રોજ ક્રિકેટ રમવા ની ટેવ. પણ બેટ જેનું હોય તેનો પહેલો વારો. બોલ બધા ના પૈસા ભેગા કરી ને લઈએ. એકવખત અમારો બોલ એવા વ્યક્તિગત ના ઘરે જતો રહ્યો કે, એ પાછો આપે એમ નહતા."
"હાહાહા... પછી?"
"પછી શું? બધા મુંજાય ને બેસી ગયા. કારણ કે, હજુ આગલા દિવસે જ અમને એ દડો ત્યાં ની બજાર માંથી ફ્રી નાથુ કાકા એ આપેલો. સૌથી પહેલી વખત અમે ટેનિસ બોલ જોઈ ને ખુશખુશાલ હતા. નાથુકાકા એ વેચવા માટે લઇ આવ્યા હતા. ત્યારની બજાર માં અમે લેવાનું કઈ ના હોય તો પણ ચક્કર મારવા તો જવા નું જ. નાથાકાકા સાથે મારાં પિતા પણ બાજુ ની લારી કાઢતા. એટલે તેની યાદ આવે એટલે હું એ બજાર માં ચક્કર લગાવું. બજાર મારાં માટે આજે પણ મારાં મિત્ર અને પિતા ની યાદ અપાવે છે."
"તો કાલે જઈએ આપણે? તારી બધી યાદો ને તાજી કરવા?"
આ સાંભળી ને હિરેન ખુબ ખુશ થઇ જાય છે.