કવિતા
કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,
પણ ઊભા રહી અમે કોઈ ને ના નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે,
વાટ કિંતુ બીજાને બતાવી દીધી.
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની,
જીંદગીમાં અસર એક તન્હાઇની,
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો?’,
એને આખી કહાણી સુણાવી દીધી
દિલ જવા તો દીધું કોઈના હાથમાં,
દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હતી,
એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.
કવિ શ્રી:બરકત વિરાણી ‘બેફામ’
લોકલાડીલા કવિ શ્રી બેફામ સાહેબનાં જન્મદિનને સ્મરણ વંદના
❤️🙏🏻❤️