કોણ કહે છે કે બળતરા દાઝવાથી જ થાય છે?
અરે,! ક્યારેક કોઈના શબ્દો પણ દઝાડે છે મનને,
અંદર સુધી બાળી દે છે એ શબ્દો,
ના મળે એની કોઈ દવા કે મલમ.
હૈયાને બાળીને રાખ બનાવી દે છે એ શબ્દો,
તોડીને ચકનાચૂર કરી દે છે એ શબ્દો.
ના સહી શકાય કે ના બતાવી શકાય આ બળતરા.
દાઝ્યાની બળતરા તો સમી જાય છે સમય વીતતાં પણ
મનની બળતરા કયારેય નથી શમતી.
આંખેથી છલકી ઊઠે છે આ બળતરા,
ક્યારેક જીવવું કપરું કરી દે છે આ બળતરા.
ના જળથી પડે શાંત કે ના દવાથી મટે આ બળતરા.
"મીરાં"ઘણી પીડા આપે આ બળતરા.
-Bhavna Chauhan