Gujarati Quote in Motivational by Kinjal Sonachhatra

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુરુષ

એ વ્યક્તિ જેને બાળપણ થી જ મજબૂત બનાવવા ની કોશિશ માં રોવા દેવા માં પણ ના પાડવામાં આવે છે. કહે છે તું તો છોકરો છે તારે થોડું રડાય!

એ વ્યક્તિ જેને દશ કે અગિયાર વર્ષ નો થાય ત્યાર થી તેણે જવાબદારી ઉપાડવા ની છે, ઘર નો ખર્ચો તેણે જ આગળ જતા ઉપાડવા નો કહી તેના રમવા ના દિવસો માં થોડો ભણતર નો ભાર નાખવા માં આવે છે.

થોડો મોટો થાય ને જયારે દસમું કે બારમું ધોરણ આવે ત્યારે જો સારા માર્ક્સ નહિ લાવો તો કોઈ જોબ નહિ આપે તેવું કહી તેના યુવાની ના દિવસો પણ ભવિષ્ય ની ચિંતા માં ધકેલી દેવા માં આવે છે.

કોલેજ પુરી કરે ને કોઈ સારી જગ્યા એ જોબ મળે તો સારા પગાર અને પરિવાર ના ભરણપોસણ માટે તેણે પોતાનું ઘર હસી ખુશી છોડવું પડે છે.

જો એ ત્યાં સારી રીતે ઢળી જાય અને કામ ની ચિંતા માં ઘરે ના આવી શકે તો માતાપિતા દ્વારા કહેવા માં આવે છે કે, હવે તો તને અમારી ક્યાં થી યાદ આવે!

અને જો ત્યાં એ સારી રીતે વાતાવરણ માં ઢળી ના શકે ને પાછો આવી જાય તો કહેવા માં આવે છે કે, તને ઘર ની કાંઈ પડી જ નથી આજ સુધી તને અમે બધો ખર્ચો પૂરો પડ્યો પરંતુ તું અમારા માટે થોડું ત્યાં સહન ના કરી શક્યો અને જોબ મૂકી ને આવી ગયો.

જયારે તેના લગ્ન થાય છે ત્યારે, જો એ પોતાની પત્ની ને થોડો સપોર્ટ કરે તો, જોરૂ કા ગુલામ અને જો માતા ને સપોર્ટ કરે તો માવડિયો.

જો એ પત્ની ને કમાવા ની છૂટ આપે તો, બાયડી ના પૈસે જલસા કરે છે અને જો કમાવા ની છૂટ ના આપે તો, બાયડી ને ગુલામ કરી ને રાખી છે.

જયારે પિતા બને ત્યારે પોતાના સપના બાળકો માં કુરબાન કરી જેટલી પણ આવક છે તેમાં થી બને તેટલી વસ્તુ તે લાવી આપે છે અને પોતાના બાળક ને સારા માં સારુ ભવિસ્ય આપવા ની કોશિશ માં તેનું ગઢપણ સામું આવી જાય છે.

જયારે બાળકો મોટા થાય છે ત્યારે બહાર કમાવા ગયેલો પિતા કરતા માતા ને વિશેષ દરજ્જો આપવા માં આવે છે અને પિતા એ કરેલા કુરબાન પોતાના સપના ની કોઈ ઘણીવાર કિંમત હોતી નથી.

માતા જેટલું જ સમ્માન પિતા ને મળવું એ બહુ ગર્વ ની વાત છે પણ ઘણી વખત એ તો તેની ફરજ છે એમ કહી અવગણવામાં આવે છે.

ગમે તે પરિસ્થિતિ માં તેને માત્ર પોતાની જ નહિ પરંતુ પોતાના પરિવાર ના આજ અને ભવિષ્ય ની ચિંતા હોય છે. જે પણ કાંઈ મુખ પર જરાં પણ ચિંતા દેખાડ્યા વિના.

આ વ્યક્તિત્વ જેને શબ્દો માં વર્ણવવું થોડું કઠિન છે અને લખી તેટલું ઓછું.

Gujarati Motivational by Kinjal Sonachhatra : 111845126
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now