નાટ્યકલાકાર
નાટ્ય કલાકાર પણ જબરા હો,
ગમે તેટલું દુઃખ હોય, ખુશી હોય, ગુસ્સે હોય,
કાંઈ પણ જિંદગી માં ચાલતું હોય,
પણ સાહેબ જયારે એ રંગમંચ પર આવે ને,
એટલે જે કિરદાર છે તેમાં પોતે આખો ઢળી જાય!
આ પર થી યાદ આવી એક વાત...
એક ભાઈ નાટક બહુ સારુ ભજવે,
બધી વખતે એ રાવણ નો વેષ ભજવવા નો હોય ને ત્યારે બહુ ખુશ થાય.
લગભગ તેના કાર્યકાળ માં પંદર વખત રાવણ બન્યા.
તેની સાથે કામ કરતા જે પોતે રામ નો કિરદાર નિભાવતા તેણે પૂછ્યું કે, " કેમ ભાઈ તું રાવણ નો જ વેષ ભજવવા નું કહે છે? તું પણ રામ નો વેષ સારીરીતે ભજવી શકે તેમ છે. "
ભાઈ એ જવાબ આપ્યો, "સાચી વાત છે હું ભજવી શકું છું પણ મારી માઁ એ મને એક વખત કહેલું કે દીકરા તું જયારે તારા માં રહેલા બધા અવગુણ ને પછાડી ને શ્રેષ્ઠ વ્યક્તિ બની જા એ દિવસે તું રામ નો વેષ ધારણ કરજે. અને આ વાત મારાં મન માં બહુ જ બેસી ગઈ."
"વાહ! ભાઈ."
"અને જયારે તું આપણા નાટક માં ભલે તું મને ખોટી રીતે મારતો પણ આ પંદર વર્ષ માં જયારે પણ તે મને તિર માર્યું ને એ જ સમયે મેં એક અવગુણ ને કાઢ્યો છે મારાં માં થી. આ જ રીતે પંદર વર્ષ માં પહેલા હું દારૂ પીતો એ મૂક્યું, પછી ગુટકા, ધીમે ધીમે તમાકુ, બીડી, સિગરેટ, મારી પત્ની ને હું બહુ મારતો એ પણ મૂક્યું, અને મારાં બાળકો ને પણ બહુ ગુસ્સે થઇ જતો, આ બધી જ વસ્તુ મેં ધીમે ધીમે છોડીને દીધી."
"વાહ! ભાઈ ખરા અર્થ માં તું તારા રાવણ ને મારી ને રામ ના કિરદાર માં આવી રહ્યો છે."