એ દિવસો પણ કેવા હતા નહિ ?
શિક્ષકો નો ભલે માર હતો ને ,સ્કૂલ બેગ નો ભાર હતો,
તો પણ બધા દોસ્તો ની સાથે એ સમય મજેદાર હતો
આવક હતી ઓછી ને ગજવા માં પૈસા નો ભાર ન હતો,
ઓછી મૂડી માં જલસા ઝાઝા એવો વ્યવહાર હતો
દિવસે ને દિવસે પરિસ્થિતિ જાણે બદલતી જાય છે,
ગમે તેટલો રોકવા પ્રયત્ન કરો સમય ક્યાં રોકાય છે ?
જે નાના ઘર માં આનંદ થી રહેતા હતા પરિવાર ની સાથે
આજે વિશાળ ઘર માં પણ ક્યાં ચાર માણસ સચવાય છે ?
લોકો હતા માયાળુ એક બીજા ને કાયમ મદદરૂપ બનતા,
પણ , આજે તો મનુષ્ય નો માત્ર અહમ જ સંતોષાય છે.
નાના હતા ત્યારે એમ થતું કે ક્યારે મોટા થઈ જઈએ,
પણ હવે ચાહીએ તો પણ ફરી થી ક્યાં નાના થવાય છે ?
ખોટી ચિંતા ઓ કર્યા વગર જીવન ને માણતા શીખી જઈએ,
કઈ ઘડી એ છેલ્લી ઘડી હશે, એ પણ ક્યાં કદી જણાય છે ?
આશુ ....💕