એકાદ હાથ પકડી લેજો ઢળતી સાંજે,
જિંદગી ને જકડી લેજો ઢળતી સાંજે.
પછી તો બધીય અદ્રશ્ય થઇ જવાની,
લાગણી ઓ ને અડકી લેજો ઢળતી સાંજે.
ત્યાં એકબીજા ને કોઈ મળવાનું નથી,
વ્હાલ બધુ ખડકી લેજો ઢળતી સાંજે.
ક્યાં કદીય કોઈ અહીંથી કંઈ લઇ ગયું છે,
સઘળું જાટકે જટકી લેજો ઢળતી સાંજે.
બધા ક્યાં સુરજ જેવું આથમી ઉગી શકે,
ઉગવાની તક ઝડપી લેજો ઢળતી સાંજે.
શું પકડી લઈશ ને તું પણ મને એવી જ કોઈ એક ઢળતી સાંજે હું આથમુ એ પહેલા ?