Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે તો આપણી જ મસ્તીમાં રહેવું મનવા... બિંદુ
સુખ જોઈ અહીં મારું સૌ ઉદાસ થાય
તો વળી દુઃખ જોઈ મારુ જોને સૌ કોઈ હરખાય
આપણે તો આપણી જ મસ્તીમાં જ રહેવું મનવા
કોઈના માટે થઈને શાને બદલવું કે બદલાઈ જવું ?
બદલાઈ જાય જો દુનિયા તો સાને ફિકર કરવી મનવા
આપણે તો આપણી જ મસ્તીમાં રહેવું મનવા
છીએ જ આપણે જો સાચા તો ખોટાથી શું ફેર પળે
હોય ઝુંડ ખોટાઓનું તો આપણે તો સિંહ થઈ ફરવું મનવા બસ આપણે તો આપણી જ મસ્તીમાં રહેવું મનવા
મન માને ત્યાં જવું જો ન મન માને
થાય જો મનમાં અચકાટ તો ન જવું ત્યાં
મનના માલિક આપણે શું ખોટી પડોજણમાં પડવું મનવા
આપણે તો આપણી જ મસ્તીમાં રહેવું મનવા
છીએ આપણે કંઈક માટે તો પગ ખેંચનારાઓ છે હજાર
નથી ફિકર આવાઓની
આપણે તો માત્ર ઈશ્વરથી જ ડરવું મનવા....... બિંદુ
આપણે તો આપણી જ મસ્તીમાં રહેવું મનવા...
જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻
૧૨/૧૦/૨૨
૦૩:૦૬ PM

-Bindu _Anurag

Gujarati Blog by Bindu : 111839637
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now