Gujarati Quote in Poem by Dr. Bhairavsinh Raol

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કવિતા "હું કોના થી બગાડુ"

કોનાથી બગાડુ
હું કોનાથી બગાડુ
મારે જીવવું થોડું જગમાં,
હું કોના થી બગાડુ

દુનિયા તો જાણે મુસાફરીખાનું
વહેલા કે મોડા સૌએ જવાનું
વાત વાત માં ખોટું રે નહિ લગાડું
મારે જીવવું...

પંખીડા તમે સૌ સાથે રે રહેજો
વડલા ની ડાળે વિસામો રે લેજો
ડરશો નહિ દિલમાં તમને નહિ રે ઉડાડું
મારે જીવવું થોડું ...

સંધ્યા ના રંગો જેવા આપણા સંબંધો
જન્મોજનમ ના આ ઋણાનુબંધો
શબ્દો ના તીરો તમને નહિ રે વગાડું
મારે જીવવું થોડું...

માણસ છીએ આપણે ભૂલ ભરેલા
ક્યારેક ઉજળા તો ક્યારેક મેલા
થઈ જાય ક્યારેક આડું રે અવળું
મારે જીવવું થોડું ...

હળવે હળવે હાંકુ રે મારા જીવતર નું ગાડું
મારે જીવવું થોડું ...

નોંધ: આ એક ખુબજ હૃદયસ્પર્શી કાવ્ય છે. કવિ કહે છે કે માનવી નું જીવન અલ્પકાલીન છે. આ નાનકડી અલ્પકાલીન જીંદગીમાં કોની કોની સાથે વેર બાંધવું? શા માટે દ્વેષ અને ઝઘડા કરવા? આ બધું કરી ને શા માટે આપણા મનમાં ઉદ્વેગ પેદા કરવો? સૌની સાથે મિત્રતાનો વિસ્તાર કરો. સર્વ જીવો મારા મિત્ર છે, શત્રુ નહિ. અનિશ્ચિત જીંદગીમાં ક્યારે અને ક્યારે સૌએ વિદાય લેવાની છે.સૌની સાથે મિત્રતા રાખો.સૌના કલ્યાણ ની કલ્પના કરો.

सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामया।
सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चित् दुःखभाग् भवेत्।।

हे प्रभु ! संसार के सभी प्राणी सुखी रहें, सभी प्राणी रोग आदि कष्‍टों से मुक्‍त रहें, संसार के सभी प्राणियों का जीवन मंगलमय हो और संसार में किसी को दुःख का भागी ना होना पड़े।

इन्हीं मंगलकामनओं के साथ आपका दिन मंगलमय हो।
🌷🙏🏻🙏🏻🙏🏻🌷

Gujarati Poem by Dr. Bhairavsinh Raol : 111839420
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now