અંતરથી અંતર સુધી શબ્દોએ જવાનું.
શબ્દમાંથી અર્થ પ્રગટી ઉરને સ્પર્શવાનું.
ઉરઆગની દવા હશે સ્નેહ સાથીઓનો,
બળબળતા દિલને કેવી ઠંડક આપવાનું.
ક્યારેક તો નૈન પણ કહી દે વાત સઘળી,
એ સમે શું જિહ્વાએ સાવ જોયા કરવાનું?
વ્યસ્ત છે સૌ પોતાનામાં નથી સમય જરા,
તોય પોતીકાં ભાળી શું સાવ ચૂપ થવાનું ?
બધાને સમજાવવાનો યત્ન હશે મિથ્યા,
વિપરીત વેળાએ બસ જાત સંભાળવાનું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.