સંબંધો સાચવવા હંમેશા છોલાતો રહ્યોં છે.
હુંફાળા સ્પર્શની જગ્યાએ ગાલ પર તમાચો રહ્યોં છે.
દોસ્તોની મહેફિલો નહિ પણ મોતનો મલાજો રહ્યોં છે.
સમુંદર આંખોમાંથી હંમેશા ઢોળાતો રહ્યોં છે.
રૂપાળાં સમાજમાં શ્યામ રંગ મારો તોળાતો રહ્યોં છે.
ખુદની જાનમાં મારો ખુદનો જ જનાજો રહ્યોં છે.
લાખો પ્રયત્ન છતાં નિષ્ફળતાં સાથે નાતો જોડાતો રહ્યોં છે.
મારી શું વાત કરું અહીં ચરિત્ર સીતાનો પણ ડહોળાતો રહ્યોં છે
-Hetal Rathod