કેમ મુંજાય છે મનમાં બેસ પાસે મારી અને ફરમાવ તું.
છે બાજી હજી હાથમાં પરિશ્રમ કરી નસીબને આજમાવ તું.
જીવન છે જીવતાં શીખવ્યા વિના છોડશે નહિ આમ મિજાજ ના ગુમાવ તું.
મળે ક્યારેક નિષ્ફળતાં તો એને પણ સિરપાવ તું.
જીવ જિંદગીને તું મોજથી ને મોતને પણ ભરમાવ તું.
આવ બેસ મારી પાસે, શું ચાલે છે તારાં મનમાં ફરમાવ તું.
-Hetal Rathod