Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નકારાત્મકતા રૂપી મનના વિચારો અને આસપાસમાં રહેલા મનુષ્યના રાવણ રૂપી સ્વરૂપથી દૂર રહીએ અથવા તો હકારાત્મક સ્વરૂપના રામના નામથી તેમને નવજીવિત કે પ્રજવલિત કરીએ ...આવો દશેરાની નવી રીતથી ઉજવણી કરીએ.
મનમાં જ રામ છે ને મનમાં જ છે રાવણ આ ચિંતા છે ચિતા સમાન કળિયુગમાં શા માટે રાવણને ઊભો કરીએ અને બાળીએ..
શું એને નાથવાનો પ્રયત્ન ન કરી શકીએ ?? એક શરૂઆત જીવનની એવી કરીએ કે માત્ર ને માત્ર આપણે હકારાત્મક વાત જ કરીએ.. ચાલો દશેરાની નવી રીતથી ઉજવણી કરીએ.
છોડીએ આવા નકારાત્મક દુષણને અને દૂર થઈએ તેનાથી શા માટે બીજા માટે થઈને સીતાની જેમ અગ્નિ પરીક્ષા આપીએ આપણો અંતર આત્મા અને પરમાત્મા જાણે છે કે આપણે કેવા છીએ તો પછી બીજાના મંતવ્યો ની આપણે ક્યાં કશી જરૂર છે... બિંદુ
હંમેશા આપણા પરિવારજનો, મિત્રો , સ્વજનો અને સ્નેહીજનો માટે જ જીવન વ્યતીત કરીએ ...ચાલો દશેરાની નવી રીત થી ઉજવણી કરીએ .
જીવનની દરેક ક્ષણને માણીએ નવું નવું જાણીએ અને હસાવતા રહીએ એથી વિશેષ જીવનની શું કલ્પના કરીએ ચાલો દશેરાની એક નવી રીતથી ઉજવણી કરીએ .
શા માટે વનવગડામાં (ભટકવું)ખોટો સમય પસાર કરીએ આપણા મનના બગીચામાં સુંદર ફૂલોની વાવણી ની ચાલોને શરૂઆત કરીએ... ચાલો એક નવા દશેરા ની શરૂઆત કરીએ .
જીવન મોટા ભાગે બીજા માટે જ તો વ્યતિક કરીએ છીએ.. ચાલો આજથી પોતાના માટે જીવન જીવવાનો એક નાનકડો પ્રયાસ કરીએ શા માટે આપણે અમસ્તો જ સમય પસાર કરીએ ચાલો દશેરાની એક નવી શરૂઆત કરીએ .
દશેરાની દરેકને શુભેચ્છાઓ હમેશા હસતા રહો તેવી દ્વારકાધીશ ને તથા માં ચામુંડા ને પ્રાર્થના. બિંદુ
૦૩:૩૩ PM
૦૪/૧૦/૨૨

-Bindu _Anurag

Gujarati Blog by Bindu : 111835900
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now