દર્દોનું તું બારણું , કદી ખોલીશ ના,
કોઈ વ્યર્થ શબ્દોને કદી બોલીશ ના.

પ્રારબ્ધમાં છે એ મળી રહેવાનું છે,
લાગે ભલે ઓછું ,કદી તોલીશ ના.

છોને વગાડે બિન મદારી જેમ મન,
ફણિધર ની જેવો તું કદી ડોલીશ ના.

મીઠી જરા વાતો થી ભરમાઈ કદી,
ભાવો તું શબ્દોમાં કદી જોડીશ ના.

ખીલી જવા આનંદમય જીવન જરા,
સંસાર ચિંતન મન, કદી ફોલીશ ના.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111835426
Kamlesh 2 year ago

અદ્દભુત રચના...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now