“અષાઢે”
“અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફુટતું રે ઘાસ
એમાં ધરતીનો શ્વાસ
એની પત્તીની પીમળમાં પોઢીએ જી.
પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એજી આવ્યાં અજવાળાં જાય જી
આવ્યાં વાયુએ વળી જાય,
આવ્યાં અતિથી ના તરછોડીએ જી.
તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ કો ફાગણ કેરું ફુલ
એમાં એવી તે કંઇ ભૂલ ?
પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી.
….. ઉશનસ્