સુખદુઃખ આવે કદી મુજ દ્વારે ,હરિવર રહેજો હારેહારે.
માયા, મમતા તણા આચારે, હરિવર રહેજો હારેહારે.
આશા બની જઈ વિકરાળને સામ્રાજ્ય એનું વધારતી,
શોક સંતાપના હો વ્યવહારે, હરિવર રહેજો હારેહારે.
ષડરિપુ જોર જમાવતાને, સત્વ આચારનું હરનારા એ,
ઊઠતા અહંના એ ઉચ્ચારે, હરિવર રહેજો હારેહારે.
શરણાગતિ પ્રભુજી તમારી કેમ થાય પછી હાર મારી?
આચ્છાદિત અંતર આધારે , હરિવર રહેજો હારેહારે.
સર્વસ્વ છો મારે તમે હરિ, સર્વ સમર્પણ મેં તમને કીધું,
ગ્રહી મુજ બાવડી જે ઉગારે, હરિવર રહેજો હારેહારે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.