કરે વિનંતિ કુદરત માનવીને,
"દયા કર મારા પર,
નહીં બગાડ સૌંદર્ય મારું,
નહીં વધાર તુ પ્રદુષણ,
અને નહીં નષ્ટ કર જંગલો."
ભોગવે સુખ સગવડો માનવી,
અને દુઃખી થાય અબોલ જીવ.
કપાતાં જંગલો ગુમાવે પશુઓ,
પોતાનું સુંદર નિવાસસ્થાન.
કરે સૌ પ્રાણી, પક્ષી અને કુદરત,
એક જ વિનંતિ માનવીને,
ન છીનવ તુ અમને નહીં તો
હેરાન થશે તારી જ આવનાર પેઢીઓ!!!
-Mrs. Snehal Rajan Jani