જેમની હયાતીમાં જેને હેત ન કરી શક્યા હોય એમની ગેરહાજરીમાં શોક કરવાનો શો મતલબ?
જેમને જીવતેજીવ જો પાણીનો ગ્લાસ ન આપી શક્યા હો તો એ પંચતત્વમાં વિલીન થયા બાદ મુખમાં ગંગાજળ મુકવાનો શો મતલબ?
આખી જિંદગી જેઓ તમારા સમય માટે તડપ્યા હોય એમની પાછળ કીર્તન કે સપ્તાહ બેસાડી સમય આપવાનો શો મતલબ?
આખું જીવન હડધૂત થઈને જમાડ્યા હોય એમની પાછળ પ્રેમથી કાગવાસ નાખવાનો શો મતલબ?
દોસ્ત! પ્રત્યક્ષની નોંધણી કરી લેજો કારણકે અપ્રત્યક્ષ પાછળની ભાવના ફક્ત આત્મ સંતોષ જ કરાવી શકે...