મૃત્યુ એટલે જીવ ને શિવ નું મિલન એટલે કે પરમાત્મા સાથે નું મિલન . મૃત્યુ એક ઉત્સવ . પણ બહુ જ વિરલ જીવાત્માઓ જ એ મિલન ની ક્ષણ માટે માનસિક રીતે તૈયાર હોય છે. જે કુટુંબીજનો ને કહેવું હોય , સલાહ સૂચન આપવા હોય એ આપી દે , જેમને મળવું હોય એમને મળી લે. બધી રીતે પોતાના દુન્યવી કહેવાતા કાર્યો કરી લે ને મૃત્યુ માટે તૈયાર રહે. ચાલ આવ, હું હવે રેડી છું . મને મૃત્યુ તારો ડર લાગતો નથી. આ પરીસ્તીથી એ જીવ ને એ જીવ ના કુટુંબીજનો બધા માટે આશીર્વાદ રૂપ હોય છે. એ કુટુંબીજનો માટે એક લેસન પણ હોય છે. બાકી જીવન થી મૃત્યુ સુધી ની મુસાફરી માં બધા જ ફક્ત આવતા જતાં હોય છે. મૃત્યુ ને ઉત્સવ તરીકે માણી શકતા નથી.