Gujarati Quote in Religious by Naranji Jadeja

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગિરનાર સીધા રોપ વે થી ચડી જવાથી આપણે શું ગુમાવીશું?

(૧) ગિરનારની એક એક શીલા જાગૃત છે એટલે કે જીવંત જોગી સ્વરૂપ છે.
અહીં દરેક શીલાઓ પર ગિરનારી સિધ્ધોનાં તપ પડયાં છે.
જેનાં દર્શન માત્ર થી ઉર્જાનો અનુભવ થાય છે.
૨૪૫૦ પગથિયે હાથી પથ્થર અને ૨૬૦૦ પગથિયે રાણકદેવીની શીલા અતિ વિખ્યાત છે.
આસપાસ ફેલાયેલી અઢારે ભારની દુર્લભ વનસ્પતિઓનાં દર્શન થાય છે.
જેમકે, કેટલાંક યાત્રિકો કાંટાસૂરિયાના પીળાં ફૂલો ચૂંટી લઈને દત્ત મહારાજની ચરણ પાદુકાએ ચડાવતાં હોય છે.

(૨) યાત્રિકો જ્યારે સીડીથી ગિરનાર ચડે છે ત્યારે પ્રથમ પ્રાચીન ચડાવવાવ હનુમાનજીના દર્શન કરતાં હોય છે.
૨૫- ૩૦ પગથિયે ત્રિગુણેશ્વર મહાદેવ અને તેના મહાન સંતોની સમાધિઓ આવે છે અને ૮૫ પગથિયે પાંચ પાંડવની જગ્યા આવે છે.
અહીં ભૈરવદાદાનું સ્થાનક, લક્ષ્મણભારથી બાપુની સમાધિ અને ધૂણો આવેલાં છે.

(૩) ૨૦૦ પગથિયે જૂનું તપસી પરબ કે ચૂના દેરી છે.
અહીં ઉર્ધ્વબાહુ પરમહંસ બાપુની ફૂલ સમાધિ છે.
બાપુ સમર્થ સંત હતા અને શિહોરના ગૌતમેશ્વરની ગુફામાં રહેતા.
હમણાં સાવજે ફાડી ખાધાં તે સીતારામ બાપુ અહીં બેઠાં રહેતાં.

(૪) જુદાં જુદાં પગથિયે જે પાણીના પરબ છે તે હકીકતે અલગ અલગ ઍન્ગલથી પ્રકૃતિનો વૈભવ માણવાના પોઈન્ટ છે.
જેમ કે, ૫૦૦ પગથિયે છોડિયા પરબ, ૧૫૦૦ પગથિયે ધોળી દહેરી, ૧૯૫૦ પગથિયે કાળી દહેરી.
જો કે હાલ અહીં પરબ નથી પણ વનખાતાની વિશ્રામ કુટિરો છે.

(૫) જૂની કઠિયારાઓની કેડીઓ વનમાં સરી જતી જોવી એ પણ એક લ્હાવો છે.
જેમકે, ૧૨૦૦ પગથિયેથી ચોરઘોડી થઈને ખોડિયાર માતાજી અને બોરદેવી.
૧૫૦૦ પગથિયેથી પાંચવીરડાના ખોડિયાર અને ૨૦૦૦ પગથિયેથી વેલનાથ બાપુની સમાધિ તરફ જતી કેડી.
અહીં વાઘનાથબાપુની ગુફા અને આરાધના ગુફા પણ છે.
અહીંથી એક કેડી શેષાવન તરફ જાય છે.
જોકે હાલ અભયારણ્ય હોવાથી જંગલનો આ પ્રતિબંધિત વિસ્તાર છે.

(૬) ૨૨૦૦ પગથીયે ભરથરીની ગુફા અને ધૂણો છે.
તેની પાછળ અન્ય એક ગુફા બ્રહ્માનંદજીની છે.

(૭) ૩૨૦૦ પગથિયે વિશાળ શીલાના ભેખડામાં કબૂતરખાનાની સુંદર કુદરતી રચના છે.

(૮) ૩૫૦૦ પગથિયે પંચેશ્વર મહાદેવ, પાણીનું ઝરણ, દત્ત ગુફા વગેરે આવે છે.

(૮) માલી પરબમાં પુરાતન રામ મંદિર છે.
અહીં સંવત ૧૨૨૨નો શીલાલેખ છે.

(૯) જૈન દેરાસરોની બાજુમાં પાણીના કુંડ અને વાવો છે.
જેમકે, ભીમકુંડ, ડોકટર કુંડ, ગિરધર કુંડ, જ્ઞાનવાવ, દેડકીવાવ વગેરે.

(૯) અંબાજી ચડી ગયા પછી ગૌમુખી ગંગા, પથ્થર ચટ્ટી, સેવાદાસબાપુની જગ્યા, આનંદ ગુફા, મહાકાલબાપુની ગુફા, નાગી માતાની દહેરી વગેરેનાં દર્શન કરવા માટે નીચે ઉતરવું પડે.

(૧૦) ગિરનારની શીલાઓમાં કરોડો વર્ષ જૂનાં વનસ્પતિઓનાં અશ્મિ કે ફોસિલ્સ છે.
તે સીડી રસ્તેથી જ જોવા મળે.

(૧૧) સિધ્ધ મહાત્માઓ, ભક્તો કે યાત્રિકો સામા મળતાં જાય અને ‘જય ગિરનારી’ કરતાં જાય એ પણ જીવનનું સદ્ભાગ્ય છે.
ક્યારે કોણ ક્યા વેષમાં આવે તે અહીં નક્કી નથી.

(૧૨) શેષાવનની સીડીએથી જતાં ૪૫૦ પગથિયેથી જટાશંકરની કેડી આવે.
અહીં સિધ્ધ મહાત્મા ભગવાનદાસ બાપુનો ધૂણો છે.
અહીં જ શાન્તાનંદ બ્રહ્મચારીએ કમળપૂજા કરી હતી.

(૧૩) શેષાવનની સીડીએથી જ જતાં ૧૨૦૦ પગથિયે મુનિ મહારાજ ખડેશ્વરી દ્વારા સ્થાપિત હનુમાનજી આવે છે.

આમ, પગથિયાં ચડીને જવામાં જે ગિરનારી મોજ છે તે રોપ વેમાં ન હોય તે સ્વાભાવિક છે.
અહીં હજારો વર્ષોથી યાત્રિકો, ભાવિકો, પરિવ્રાજકો પસાર થયા છે.
તેની ચરણધૂલિનો સ્પર્શ પણ અહોભાગ્ય પ્રેરક છે.

*લેખ:- નિલુ બાપુ (ગિરનારી)*

Gujarati Religious by Naranji Jadeja : 111832316
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now