શીર્ષક - "વાહ પ્રભુ વાહ"
એક મારી વ્યથા ને એક તારી દવા, વાહ પ્રભુ વાહ!
નિર્દોષને મળે સજા ને દોષી કરે મજા, વાહ પ્રભુ વાહ!
ક્ષમા દાનને શાસ્ત્રોમાં કહેવાયું છે વીરોનું આભૂષણ,
છતાંય ક્યાં કોઇ કરી શકે છે ક્ષમા? વાહ પ્રભુ વાહ!
ડગલે ને પગલે પીતાં રહે છે ઝહેર અહીંયાં હર કોઇ,
પરંતુ અમૃત બની શકતી નથી સુરા, વાહ પ્રભુ વાહ!
મન મારીને પણ રાખતો રહ્યો છું સદા બીજાઓનું મન,
તોય મારી તો રહી કાયમ એજ દશા, વાહ પ્રભુ વાહ!
વસવું છે મારે તમારા હૈયામાં, જો આપો તમે અનુમતિ!
મારે તો જોઈએ ફક્ત તસુ ભર જગા, વાહ પ્રભુ વાહ!
ખૂદના સિવાય અન્યોની સુખશાંતિ જે ચાહે પ્રાર્થનામાં,
"વ્યોમ" સુધી પહોંચે છે એની જ દુવા, વાહ પ્રભુ વાહ!
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).