Gujarati Quote in Poem by Nisha Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“પ્રેમની એક કરચલી”

અરીસામાં આજે
જોઉં છું
ચહેરા પરની કરચલીઓ,
અને
એ કરચલીઓમાં શોધું છું
પ્રેમની કરચલી
આંખ ઝીણી કરી, ચશ્મા ચઢાવ્યા
ઉતાર્યા,
ઘસી ઘસી મેક’પ ઉતાર્યો,
અરીસા
બદલી બદલીને જોયું….
પણ એક કરચલી સુધ્ધાં ના મળી
પ્રેમની,
વર્ષો સુધી જે ભ્રમણા હતી, પ્રેમની,
ખરી પડેલા ભ્રમરોના વાળની જેમ,
દરેક સંબંધની સત્યતા ઉતરી ગઈ
ચહેરાની સુંવાળપ સાથે,
આંગળીના ટેરવે
ખરબચડી, શુષ્ક, ચામડીના પડલો
ક્યાંય દેખાઈ નહી ,
એક રેખા,
પ્રેમની એક કરચલી…

Gujarati Poem by Nisha Patel : 111829916
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now