Gujarati Quote in Motivational by Falguni Dost

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાતાઁ પ્રકરણ -1

દિવાળી નો દિવસ હતો..ઘર ના બારણે અચાનક....ડોર બેલ વાગ્યો .. મેં બારણું ખોલ્યું... સુટ-બુટ અને બેગ સાથે એક વ્યક્તિ સ્માઈલ આપી મારી સામે ઉભો હતો..

મેં કીધું..બેટા.. કોનું કામ છે...?
એ હસીને બોલ્યો..તમારૂ.....

મેં કીધું...પણ મેં તમને ઓળખ્યા નહીં....

એ સજ્જન વ્યક્તિ બોલી.. વડીલ..સારા કાર્ય..કરનાર..
તેના સત્કાર્યો ની નોંધ કદી લેતા હોતા નથી...એ સત્કાર્યો કરી ને ભૂલી જતા હોય છે..પણ તેના કાર્ય ની નોંધ ભગવાન જરૂર રાખતા હોય છે....
આટલુ બોલી...એ વ્યક્તિ મને પગે લાગ્યો....

મેં કીધું..આપ નું નામ....

શ્યામ....

આવ બેટા.... અંદર આવ...મેં તેમને અંદર બોલાવ્યા....

એ સોફા ઉપર બેઠા.. અને ટેબલ ઉપર બેગ ખોલી....
ફ્લેટ ની સ્કીમ નું બ્રોશર કાઢ્યું...
અને શ્યામ બોલ્યો....વડીલ..તમે નવરાત્રીમાં અમારી ફ્લેટ ની સ્કીમ જોવા આવ્યા હતા....આ એ જ સ્કીમ છે....
તમને...C બ્લોક નો 503 નંબર નો રોડ તરફ બાલ્કની વાળો ફ્લેટ ગમ્યો હતો....બરાબર...

હા બેટા.. પણ એ મારા બજેટ બહાર ની સ્કીમ છે.....

પિન્ટુ અને કાવ્યા ....શાંતિ થી વાતો અમારી સાંભળતા હતા....

શ્યામે....ફ્લેટ ની ચાવી કાઢી..અને મને પગે લાગી....એ ચાવી મારા હાથ મા મૂકી ..

અરે ભાઈ ..તમારી પુરી ઓળખ વગર..મારે આ ચાવી ન જોઈએ. મેં તમને કીધુ..કે મારી..કેપીસીટી બહાર ની વાત છે...આ સ્કીમ મારા માટે ફક્ત સ્વપન સમાન છે.

પણ રૂપિયા તમારી પાસે કોણે માંગ્યા...વડીલ...એ 20 વર્ષ પહેલાંની દિવાળી તમે યાદ કરો....શ્યામ બોલ્યો

એક યુવાનને તમે નદી ના પુલ ઉપર થી પડતા રોક્યો હતો....એ યુવાન હું છું...

એ વખતના તમારા શબ્દો, અને તમારી આર્થિક મદદ હું જીંદગી આખી કેમ ભૂલી શકું ?

તમે મને એ સમયે કીધુ હતું....

અરે બેટા... આવું અવિચારી પગલું ભરતા પહેલા એટલું તો વિચાર...ઘરે કોઈ તારી રાહ જોતું હશે...
આવું પગલું લેવાનું કારણ....?

શ્યામ બોલ્યો...સાહેબ દિવાળી આજે છે....પગાર કે બોનસ કાંઈ મળ્યું નથી ..રોજ પત્ની અને બાળકો ને વાયદા કરતા કરતા આજે દિવાળી પણ આવી ગઈ..ઘરે હું..ખાલી હાથે કેવી રીતે જઈશ....

તમે કીધું..હતું બેટા...
પિક્ચર ને કંટાળાજનક સમજી અધવચ્ચે પિક્ચર છોડી કદી જતા ન રહેવું..પિક્ચર ની ખરી મજા ઈન્ટરવલ પછી પણ હોઇ શકે...જીંદગી માટે પણ આવું જ છે..

તમે...મારો હાથ પકડી...
તમે જે મંદિરે જઈ રહ્યા હતા ત્યાં મને લઈ ગયા....

Gujarati Motivational by Falguni Dost : 111829011
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now