એક એક પસાર થતો દિવસ એ સમાચાર વગર એને શુષ્ક લાગતો હતો. એ વ્યક્તિ નું મૃત્યુ નજીક છે એ એને ખ્યાલ આવતો હતો પણ ક્યા દિવસે થશે ? એનો એને ચોક્કસ ખ્યાલ આવતો ના હતો. જોકે એ ચોક્કસાઈ ની એને પડી પણ ના હતી. એના માટે એ મૃત્યુ પામે એ જ આનંદ ની વાત છે . જીવન માં ક્યારેય કોઈ ના મૃત્યુ ની આવી પ્રતિક્ષા એને કરી ના હતી કે ઈશ્વર આગળ મૃત્યુ ની માંગણી કોઈ ના માટે કરી ના હતી સિવાય કે નિર્ભયા ના ગુનેહગારો માટે . શું એના મૃત્યુ પછી એની દિલ ની આગ શાંત થશે ? ના , એ કાનખજૂરા ના એક પગ તૂટવા જેવી વાત છે. સડી ગયેલ વસ્તુ હોય કે સમાજ એનો નાશ થવો જ જોઈએ . એ જ બહુજન હિતાય , બહુજન સુખાય પ્રકૃતિ , કુદરત નો નિયમ છે.