વ્યંગકવન (મારી પત્ની વિશે):
મન એનું ભમરડા જેવું,
કામકાજ ઢસરડા જેવું.
જોઈ વિચારી આ બધું,
મારી આંખે ચકરડાં જેવું!
સાચી વાત કહે નહીં,
ખોટી વસ્તુ ઓળખે નહીં,
ખાતું એનું છે જ એવું,
છાપાંના છબરડા જેવું!
કામ ઉપાડે હોંશે હોંશે,
પછીથી બધું રામ ભરોસે,
રસોડામાં રહેવું એને
લાગે જાણે ભરડા જેવું!
સિંહવાઘથી ડરતી નથી,
મને પણ ગણકારતી નથી,
ઉછળી પડે જો સામે આવે
નાનું સૂનું ઉંદરડા જેવું.
રચના -જયદીપ 😊