"ભગવાન પાસે માણસ"
ફકીર કહું કે અમીર કહું,
બધાં તો માગે અહીં,
જીવન કહું કે મરણ કહું,
બધાં તો ઈચ્છે અહીં,
મિત્ર કહું કે વેરી કહું,
બધાં તો રહે અહીં,
પ્રેમ કહું કે નફરત કહું,
બધાં તો છોડે અહીં,
બંધન કહું કે વિયોગ કહું,
બધાં તો રાખે અહીં,
ફકીર કહું કે અમીર કહું,
બધાં તો માગે અહીં..
મનોજ નાવડીયા