આ દેશ મારો છે આ દેશ મારો છે,
આ દેશ મને પ્યારો છે, પ્યારો છે,
સુરજ કિરણો ની જ્યાં સવારો છે,
એ આ દેશ મારો છે, દેશ પ્યારો છે,
જ્યાં ઝગમાગતી કુદરતનો ઉતારો છે.
જ્યાં ગંગા જમના નદીનો કિનારો છે
એ આ દેશ મને પ્યારો છે પ્યારો છે
જ્યાં ખીલતા બાગોની બહારો છે
એ આ દેશ મારો છે મને પ્યારો છે
જ્યાં ગાંધી સુભાષ સરદારો છે,
એ આ દેશ મારો છે, પ્યારો છે.
જ્યાં કવિઓ સાધુ સંતો ના અવતારો છે,
એ આ દેશ મારો છે, દેશ મને પ્યારો છે,
જ્યાં તિરંગાનું અભિમાન શાન છે,
જ્યાં જય ભારત જય ભારત ના ઉચ્ચારો છે.
એ આ દેશ મારો છે મારો દેશ મને પ્યારો છે.
જ્યાં શહીદો ના સ્મારકો છે, જ્યાં ભાઈચારો છે, હા ફક્ર છે એ આ દેશ મારો છે મને પ્યારો છે.