#Janmashtmi
આખુ જગ જેની મોરલી ના સૂર નો દીવાનો છે.
એ કાનુડો દીવાનો છે રાધા ના પ્રેમ નો..
દરેક ભાર થી જેને લોકો ને મુક્ત કર્યા છે,
એ કાનુડો જીવે છે રાધા ના વિરહ નો ભાર લઈને..!
દર્શન માત્ર થી જેના માણસ વૈકુંઠ પામે છે, એ કાનુડો તરસે છે એના મિત્ર ના દર્શન ને...!
આખો ગોવર્ધનપર્વત જેને ઉપાડ્યો છે,
એ કાનુડો રોકી ના શક્યો પોતાના કુળના વિનાશ
મહાભારત મા જેને સમય ને રોકી ને રાખ્યો છે.
એ કાનુડો ના રોકી શક્યો પોતાના મૃત્યુ ને...!
વિષ્ણુ નો અવતાર થઈને જેને જન્મ લીધો છે ,
એ કાનુડો જીવી ગયો , આ સંસાર મા લાડીલો થઇ ને..!