ગણતરી તો અમે પણ રાખી હતી, ફરક એટલો હતો કે, તમે ભૂલો ગણી ને અમે લાગણી...
હિસાબો માં કાચા છીએ એવું નથી સાહેબ,
પણ સંબંધોમાં ગણતરી સારી ના લાગે...
હું કેવો છું.. એ પણ તમે તમારી જાતે જ નક્કી કરી લીધું એટલે હવે..
તમે કેવાં છો.. એ નક્કી કરવાની જરૂર જ ના રહી મારે..
કોઈપણ વ્યક્તિને માત્ર ચાહવા કે ધિક્કારવા સિવાયનો ત્રીજો અને સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે.
તેને સમજવાનો.
સમજણથી હટીને જ્યાં લાગણીઓનું ગણતર છે,
સમજી લેવુ સાચા સંબંધોનુ ત્યાં પાક્કું ચણતર છે.
સંબંધ જો એક વાર પોતાની કિંમત ગુમાવી દે
પછી પહેલા જેવા ક્યારેય થતા નથી..
એક વાત કહું...
સંબંધો ઓછા બનાવો પણ તેને દિલથી નિભાવો.
♥️♥️🙏
જય શ્રી કૃષ્ણ 🙏