ઓ આકાશ!
તારામાં રહેલાં રહસ્યો,
મને જિજ્ઞાસુ બનાવે છે.
તારા વાદળથી બનતાં ચિત્રો,
મને ઉકેલવા ગમે છે.
તારી સવારનો ઉગતો સુર્ય,
મને આશાસ્પદ બનાવે છે.
તારી સાંજના તેજસ્વી રંગો,
મારી ખુશીનું કારણ છે.
તારી અંધારી રાત ને એમાં ચાંદ તારા,
મને ડરમાં સૂકુન આપે છે.
- શ્રુવાલી