તને જોઇ હશે
નથી મહેકતી સાંજ ક્યારેય આટલી
કદાચ એની તારા સાથે મુલાકાત થઈ હશે.
નથી જોયા પંખીઓ ને આટલો કલરવ કરતા.
કદાચ એમની પણ તારા સાથે વાત થઈ હશે .
નથી જોયો ક્યારેય ચાંદ ને આ રીતે નિખરતા,
એને પણ તારા ચહેરા ની સુંદરતા જોઇ હશે .
ક્યારેય ખીલતા નથી ગુલાબ પણ આવી રીતે ,
સંભવ છે એને પણ તારો સ્પર્શ થયો હશે .
નથી લહેરાતો પવન ક્યારેય આવી રીતે ,
અંગડાતાં તને એને જોઇ હશે ,
નથી લખી શક્યો ક્યારેય હુ આવી રીતે ,
લાગે છે મે પણ સ્વપ્ન મા તને જોઇ હશે .
- સ્નેહ ના સબંધો