કીર્તન -કવિતા: "એકલા જ આવ્યા મનવા"
એકલા જ આવ્યા મનવા,
એકલા જવાના
સાથી વિના, સંગી વિના,
એકલા જવાના(૩)
કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે હો
છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે ભેરૂ,
પોતાના વિનાના
સાથી વિના, સંગી વિના,
એકલા જવાના
એકલા જવાના(૩)
એકલા જ આવ્યા મનવા, એકલા જવાના
સાથી વિના, સંગી વિના,
એકલા જવાના
એકલા જવાના(૩)
આપણે એકલા ને કિરતાર એકલો
એકલાં જીવોને એનો આધાર એકલો
આપણે એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને એનો આધાર એકલો
એકલા રહીએ ભલે હો
વેદના સહીએ ભલે
એકલા રહીને બેલી થાઓ રે બધાંના
સાથી વિના, સંગી વિના,
એકલા જવાના
એકલા જવાના(૩)
એકલા જ આવ્યા મનવા, એકલા જવાના
સાથી વિના, સંગી વિના,
એકલા જવાના
એકલા જવાના(૩)
સારાંશ: આ ભજન માં માનવી નો જન્મ થાય ત્યારે એકલો હોય છે અને મૃત્યુ પામે ત્યારે પણ એકલો હોય છે. મૃત્યુ ના માર્ગે એકલા જ પ્રયાણ કરવાનું હોય છે.પોતાના જીવન સાથી, કુટુંબીજનો, સ્વજનો, સગાંવહાલાં કે મિત્રો કોઇ મૃત માનવી ની સાથે જતા નથી.
પ્રસુતિ:ડો.ભૈરવસિંહ રાઓલ